________________
૨૮૬
ખંડ ૮મો
પાપના પ્રાયશ્ચિત આપણે ભોગવી રહ્યાં છીએ. માટે જે તમારે સુખી થવું હોય, તે લેભ ઓછો કરે, પાપ ઓછાં કરો. જીવો પર દયા કરો.
ઑને અને ભાઈઓ! જરા પૂર્વ સમયનો ઈતિહાસ તે તપાસો અકબરના સમયમાં હિંદુસ્તાન દેશ કેટલો બધો સુખી હતા ! તેણે પશુવધ બંધ કર્યો હતો. જુમી કરો બંધ કર્યા હતા. ખેતીને માટે ભરપૂર જમીન હતી. મનુષ્યના જીવનને ઉપયોગી દૂધ, દહિં. અનાજ, વસ્ત્ર પુષ્કળ મળતાં હતાં. ૧ રૂ. ના ર૭૦ રતલ ઘઉં મળે; ૧ રૂા. નું ૮૫ રતલ દૂધ મળે, ૧ રૂ. નું ૨૧ શેર ઘી મળે. એ હિંદુસ્તાનને બીજું શું જોઈએ ? આજની શી દશા છે તે સમજાવવાની જરૂર છે ખરી?”