________________
જી . મ
કકમ
.
.
ખંડ ૮ મેક
આ બાબતમાં આપણે ઊંડે વિચાર કરીએ તે જણાયા વિના નહિ રહે કે તેની પાછણ માણસની કેટલી બધી લાભ પ્રવૃત્તિ રહેલી છે ? સ્વાર્થવૃત્તિ માણસ પાસે અનેક પાપ કરાવે છે. ધારો કે એક હિંદુ છે. તે ગપૂજા કરે છે. ગાયો પર હંમેશાં હાથ ફેરવે છે, તેનું બહુમાન કરે છે. પણ એ જ ગાય જ્યારે દૂધ દેતી બંધ થાય છે ત્યારે એને વેચવા માટે બહાર કાઢે છે. ત્યારે ખરીદનારાઓમાં કસાઈને દલાલે બીજા કરતાં બે રૂપિયા વધારે આપશે તો તેને દેતાં તે જરા પણ અચકશે નહિ. જાણે છે કે આ ગાય પર કસાઈની છરી ફરશે, પણ એને બે રૂપિયાને લેભ આંધળેક બનાવે છે.
યુરોપમાં આજે કારમાં કદર વેજીટેરીયને છે, જ્યારે જીવદયા અને અહિંસા પરમો ધર્મ'નો દાવો કરનાર હિંદુસ્તાનીઓ કયાં જઈ રહ્યા છે એને કોઈ વિચાર કરશે?”