________________
ખંડ ૮મો
સમાજસેવા અને રાષ્ટ્રસેવાનો એવો બોધ આપ્યો છે કે ત્યાંની જૈન તેમજ જૈનેતર પ્રજાએ તેમના ઉપર મુગ્ધ બની તેમનું સમારક જાળવવાની પ્રવૃત્તિ ઉપાડી લીધી છે. બીજા જૈનાચાર્યો પોતાની પ્રતિમા તૈયાર કરાવવામાં, જૈનોને અંદર અંદર લડાવી મારવામાં અને “શાશન પ્રેમી” અને
શાસનોહી’ એવા ભાગ પાડવામાં ધર્મની સેવા અને વિજય માને છે, ત્યારે શ્રી. વિજયવલ્લભસૂરિજી, શ્રી. વિદ્યાવિજયજી અને શ્રી. વિજયેજસૂરિ જેવા ધર્મ ગુરૂના બધે જનધર્મને વધુ જવલંત બનાવ્યો છે.”
આવી જ રીતે “જૈન જ્યોતિ ” પત્રે પોતાના તા. ૨૧ ઓગસ્ટ ૧૯૩૭ ના અંકમાં પણ મુનિરાજ વિદ્યાવિજ્યજી આદિની સેવાની નોંધ લીધી હતી :
લોકજાગૃતિ અને ધર્મ પ્રચાર માટે જૈન સાધુઓનું વર્ચસ્વ બહુ મોટું સ્વીકારવામાં આવ્યું છે.
જૈન સમાજમાં સુપ્રસિદ્ધ વક્તા, લેખક અને વિચારક મુનિરાજ શ્રી. વિદ્યાવિજ્યજી અને શાંત મૂર્તિ મુનિરાજ શ્રી જયંતવિજ્યજી આદિએ સિંધમાં પ્રવેશ કર્યો ત્યારથી જ ત્યાંના જૈનોમાં તે ઉત્સાહ વ્યાપે તે સ્વાભાવિક હતું; પણ માંસાહારી વર્ગ પર પણ તેમનું આકર્ષણ થયું છે તે ઉકત મુનિરાજોનાં વિશાળ દષ્ટિનાં વ્યાખ્યાનોથી ધર્મ અંગેની તેમની અહિંસા દષ્ટિ કંઈક સ્પષ્ટ થતી જોવાઈ છે.
મુનિરાજશ્રીના ઉપદેશને પરિણામે અનેક સમાજ સુધારણાનાં કાર્યો હાથ ધરવામાં આવ્યાં હતાં. બેકાર અને દુઃખીઓને રાહત આપવાનું, ડીરેકટરી કરવાનું અને સાહિત્ય પ્રકાશન જેવાં કામ ઝડપથી આગળ વધી રહ્યાં છે.