________________
: ૫૬ :
પ્રવેશ પ્રસંગે
૧૦ મી જુન ૧૯૪૭ના રોજ વિદ્યાવિજયજી અને એમની (ા. મંડળીએ ગુજરાતનગરથી સદરમાં જવા પ્રયાણ કર્યું.
સદરમાં રહેતા જૈન ભાઈઓનો ઉત્સાહ માતો ન હતો. આજ એમને આંગણે આનંદેત્સવ હતો. શ્રધ્ધાળુ ભાઈ વ્હેનોનાં ટોળે ટોળાં ઉમટવા લાગ્યા. ધર્મના ભેદભાવ વિના બધી કેમેએ વિદ્યાવિજયજી અને એમની મંડળનું ભાવભીનું સ્વાગત કર્યું.
આજ કરાચીને આંગણે સાધુતાનો ઉત્સવ હતો. ધર્મધુરંધર મુનિરાજના આગમનને ઉત્સવ હતે. ધર્મભાવનાને જાણે કરાચીને આંગણે જુવાળ આવ્યો હતે.
વર્તમાનપત્રોએ એની અપાર પ્રસિધ્ધિ કરી અને એમ કરી કરાચીમાં આવેલા સાધુઅતિથિઓને સાચા હૃદયથી સત્કાર્યા-સામાન્યા