________________
: પપ :
કરાચીને કિનારે
- કાબાદથી કરાચી સુધીનો વિહાર મારવાડના રણથી પણ છે વધારે મુશ્કેલીભર્યો હતો.
જંગશાહીમાં આવતાં કરાચીના એક ગુજરાતી ગૃહસ્થ જેઠાલાલનું ત્યાં એક કારખાનું છે. રેવાશંકર જૈન તેના વ્યવસ્થાપકપદે હોઈ આ બંને સઘૂહની વિવેકશીલતા અને જીજ્ઞાસાવૃત્તિને વિદ્યાવિજયજીને સારે પરિચય થયો. તેમણે બધા મુનિમંડળને ચાર દિવસ રોકી સારે ભક્તિભાવ દર્શાવ્યો હતે.
કરાચીથી આવેલા સેવાભાવી યુવાનોમાં અજરામર દેસી નામને એક જુવાન હતા.