________________
મુનિસંમેલનની પ્રાથમિક ભૂમિકા
૨૦૭
સામાન્ય લેક્સમૂહમાં સાધુસંસ્થા વિષે જે આદર બંધાયો હોય છે તે મોળો પડે છે.
બીજી બાજુ પશ્ચિમની હવા જોરથી ચાલી આવે છે. જગતનાં નવાં બળોના આંચકા ભારતની સમસ્ત પ્રજાને લાગે છે અને જૈનો પણ તેમાંના એક હોઈને તેમાંથી બચી શકતા નથી.
- સાધુસંસ્થાનું વાતાવરણ ધીમે ધીમે વધારે અનિચ્છનીય બનતું જાય છે. શિથિલાત વધારે જોર પકડે છે, અંદર અંદરના વિખવાદો વધુ કટુ બને છે. માનાપમાનના ઝગડા ઘણા તીવ્ર થાય છે. કોઈ કોઈનું સારું જોઈ શક્તા નથી. એથી સમાજના હદયમાંથી તેમના માટેની માનવૃત્તિ ઝપાટાભેર ઘટતી જાય છે,
એટલે સાધુઓ વધવા છતાં ધર્મોત્સવ વધારે છતાં પુસ્તકે વધારે પ્રકાશિત થવા છતાં સામુદાયિક ઉત્થાન થતું નથી.
ચારિત્ર્યની બોટ એ મહાન ખોટ છે કે તે કોઈ પણ વસ્તુથી પૂરી શકાતી નથી.'
આ સંમેલન માટે શ્રી. ચતુરભાઈ મણિભાઈ નગરશેઠની સહીથી જ્યારે એક નિવેદન પ્રગટ કરવામાં આવ્યું. અને સંવત ૧૯૯૦ના ફાગણ વદ ૩ ને રરિવાર તા. ૪-૩-૧૯૩૪ ના રોજ આ સંમેલન અમદાવાદ ખાતે ભરવા સંબંધી આમંત્રણ પત્રિકાઓ નીકળી ચૂક્યા પછી શ્રી. વિદ્યાવિજયજીએ સંમેલનના કાર્યકર્તાઓ દ્વારા ઉપયોગી માર્ગદર્શન કર્યું હતું.
+ રાજનગર સાધુ સંમેલન શ્રીધી. . શાહ ૪ જુઓ પરિશિષ્ટ છઠ્ઠ