________________
શિવપુરીમાં
૧૭૭
મેટાં વૃક્ષોની નીચે પેાતાનાં આસને બીછાવી, ગુરૂજીની સન્મુખ પાઠ લેતા વિદ્યાથી ઓને બેઇએ છીએ ત્યારે તે ખરેખર જ અપૂર્વ આલ્હાદ ઉત્પન્ન થાય છે.
આશ્રમના વિદ્યાથી એને જીવનપથનું દન કરાવનાર વિદ્યાવિજયજી જેવા મુનિરાજ સ`સ્થાના પ્રાણરૂપ છે. પાઠશાળાના ઉત્કર્ષ માટે એમના ભગીરથ પ્રયત્ના સદા ચાલુ જ હાય છે.
આ સંસ્થાની પ્રવૃત્તિઓમાં ભરતી આવી. ભાવની ભરતી આવે ત્યારે એનાં પૂર એવાં જ ઉલટે ને ! કા વેગથી ચાલવા લાગ્યું. દૂર દૂરથી આકર્ષીક વિદ્યાથી એ આવવા લાગ્યા. ફંડ વધ્યું. યુરોપીયન વિદ્વાનેને પણ આકષ ણ થયાં.
વિદ્યાવિજયજીના સતત પરિશ્રમથી વીરતત્વ પ્રકાશક મ`ડળમાંથી અનેક ન્યાયતીર્થે, વ્યાકરણતીર્થા અને સાહિત્યના વિદ્વાનેા બહાર પડવા
લાગ્યા.
એમની આ સંસ્થા તા જ્ઞાનની મેાંઘામૂલી પરબ બની ગઈ. એ પરબનાં પાણી પીવાં દૂર દૂરથી અનેક જીજ્ઞાસુએ આવવા લાગ્યા. તૃષાતુર આવતા અને જ્ઞાનવારિથી પેાતાની તૃષા પરિતૃપ્ત કરી જીવનના નવસ દેશ
લઇ પાછા ચાલ્યા જતા.
અને પરબ માંડનાર છે વિદ્યાવિજય. અત્યાર સુધીમાં એમણે અનેક આત્માઓની પિપાસા છીપાવી છે તે હજી છીપાવે જાય છે અને એમની દેખરેખ નીચે ચાલતી સંસ્થા એ દેશને માટે એમના માટામાં મેટા રાષ્ટ્રિય તેમજ સામાજિક વારસા છે.
આમ અનેકવિધ પ્રવૃત્તિએના સર્જક વિદ્યાવિજયજી સ્વભાવે ઘણા વિનયી અને નમ્ર છે. એમના સમાગમમાં આવનાર એ અનુભવી શકે છે મુ. ૧૨