________________
ગુરૂદેવના અંગરક્ષક તરીકે
૧૫૩
સિવાય બીજા કામમાં આવી શકે નહિ. પરિણામે એકત્રિત થએલું દ્રવ્ય ટ્રસ્ટીઓના પેટમાં હજમ થાય છે. સેનાની લગડીઓ પિત્તળની બની જાય છે. ટ્રસ્ટીઓ સટ્ટામાં એનો વ્યય કરે છે. સટ્ટામાં નુકસાન જાય તે નાખે મદિર ખાતે, અને ફાયદો થાય તે કહેશે, એ તો મારા ઘરનો વ્યાપાર હતો. જીર્ણોદ્ધારમાં ખર્ચવાની આજ્ઞા હોવા છતાં, પિતતાના વહીવટવાળા દવ્ય ઉપર ટ્રસ્ટીઓને એટલે મેહ હેય છે કે પાસેનું નિધન મંદિર પડતું હોય, તે પણ તેમાં નાણાં ન ખરચે. જ્યારે આવી સ્થિતિ છે તે પછી, મંદિરમાં દેવદ્રવ્ય શા માટે વધારવું ? બીજાં છ ક્ષેત્રે સૂકાતાં હોય,
અને એક ક્ષેત્ર અધિક પાણીથી સડી જતું હોય એવી દશા શા માટે રાખવા? જૈન સમાજમાં સાધારણ ખાતું એક એવું ખાતુ છે કે જેની રકમ સાતે ક્ષેત્રોમાં આવી શકે છે. અમુક અમુક બેલીઓની ઉપજ, કે જે દેવદ્રવ્યમાં લઈ જવામાં આવે છે અને જેનો દેવ સાથે જરાયે સંબંધ નથી, એ બોલીઓની ઉપજ સાધારણ ખાતે લઈ જવાનો ઠરાવ, તે તે ગામના સંઘો કરે તો તે કરી શકે છે. કારણ કે “બોલી’ એ સામાજિક રિવાજ છે. સામાજિક રિવાજ સમાજ બનાવે છે અને સમાજ એમાં કેરફાર કે દૂર પણ કરી શકે છે.”
શ્રી. વિજ્યધર્મસુરિજીના આટલા સામાન્ય વિચાર પણ તે વખતના સાધુઓ અને મંદિરના ટ્રસ્ટીઓ ન સહન કરી શક્યા. એમને તે ધરતીકપનો આંચકો લાગ્યો. જબરદસ્ત વિરોધ ઉભો કર્યો. આ ચર્ચા બે વર્ષ સુધી ચાલી. જે જે આગેવાન સાધુઓ વિરોધમાં પડ્યા હતા. તે પોતે શ્રી વિજયધર્મસૂરિજીની માન્યતા પ્રમાણે, ઘણાં ગામમાં, તે પહેલાં કરી ચૂક્યા હતા, છતાં વિજયધર્મસૂરિએ કહ્યું, એટલે એને વિરોધ કરે જ જોઈએ.
ખરી રીતે ર૮-૭૦ વર્ષ થવા છતાં, એ ચર્ચા સમયે