________________
૩૪:
પ્રતિજ્ઞાની પૂર્ણતા
2. વાડ છોડીને હવે ગુજરાતમાં પ્રવેશ કરવાનો હતો. ગુજરાતમાં
- વિજયધર્મસુરિજીના મંડળનું વિરોધી દળ ઘણું મોટું હતું. અને અમદાવાદ એની કેન્દ્ર ભૂમિ હતી. વડાલીથી ગુજરાત શરૂ થતું હતું. અહીંથી સીધા અમદાવાદ થઈને કાઠિયાવાડ જઈ શકાય એમ હતું પણ શ્રી વિજયધર્મસુરિજીની ઇચ્છા દેહગામ જવાની હતી. તેમને લાગ્યું કે ઘણા વર્ષો પછી પોતાની વિદ્વાન શિષ્યમંડળીને લઈને પોતે કાશીથી ગુજરાત આવ્યા છે તો જ્યાં સુધી બને ત્યાં સુધી સાધુઓની જન્મભૂમિમાં જરૂર જવું જોઈએ.
વડાલીથી ઈડર આવતાં જ દેહગામથી સમુદાય ઈડર આવી પહોંચે
દોઢસે માણસનો એક