________________
: ૩૩ :
ઉદયપુરનું અદ્ભુત ચાતુર્માસ
ધાડ એ તે ભારતવર્ષનું એક ઐતિહાસિક સ્મૃતિધામ.
મેવાડનું નામ લેતાં જ મહારાણા પ્રતાપનું પુણ્ય નામ સ્મરણે ચડ્યા વિના રહેતું નથી. ભામાશાની રાજભક્તિ અને સ્વદેશભક્તિએ મેવાડની ધરતી પાવન થઈ છે.
જૈને અને હિંદુઓ માટે મેવાડ દેવભૂમિ છે, તીર્થસ્થાન છે દેલવાડા, નાગદા, આડ, કુંભલગઢ, ચિતોડ ગીલવાડા, કેલવા તથા કેલવાડા વગેરે સ્થળોનાં ભવ્ય અને પ્રાચીન મંદિરો અને એ મંદિરો પૈકી કેટલાંક મંદિરનાં કેટલેક સ્થળે નજરે પડતાં ખંડેરે-એ બધાં પ્રાચીન જૈન વિભુતિઓનાં જવલંત સ્મારક છે. કેસરિયાજી, કડા, અદબદજી, દેલવાડા અને દયાળશાહનો કિલ્લેએ પાંચે જતનાં મહાતીર્થો છે. જૈન ધર્મના