________________
: ૩૧ :
મારવાડ
ગુ
રૂવની સાથે બે વર્ષ સુધી વિદ્યાવિજયજીએ મારવાડમાં પરિભ્રમણ કર્યું.
આ સમયે મારવાડમાં બહુ એછા સાધુએ જતા હતા. અને કેટલાક તો એવા સાધુએ વિચરતા હતા કે જેમણે પોતાના દુવ્યરિત્રને કારણે મારવાડી ગૃહસ્થામાં સાધુ પ્રત્યેની શ્રધ્ધામાં ઉણપ આણી હતી. આપણામાં કહેવત છે કે · દૂધનો દાઝયા છાશ ફુંકીને પીએ. ' એવા જ ઘાટ ત્યાં થયા હતા..
બીજી પણ એક વાત મારવાડમાં જોવામાં આવી. ત્યાંની જનતામાં અજ્ઞાનનું પ્રમાણ ઘણું હતું. ત્યાં એક પણ ગામ એવું ન હતુ` કે જ્યાં ખે ચાર ઘર હોય છતાં એમાં ઝગડા-તડ ન હોય. આપણામાં કહેવત છે કે