________________
૧૨૬
ખંડ ૩ જે
ભર યુવાનીને સમય હતો. ગંભીર જ્ઞાનને અભાવ હતો. મનની વૃત્તિઓ પણ કેક ચંચળ હતી. તે સમયે એમની સમક્ષ એક વિકટ સમસ્યા ઊભી થઈ કે “હું ગુરૂ મહારાજ સાથે જાઉં કે વલ્લભવિજયજી સાથે રહું ?”
વલ્લભવિજ્યજી, શ્રી વિજયધર્મસૂરિના જ શિષ્ય હતા. પરંતુ તેઓ ગમે તે કારણે પોતાના ગુરૂથી જુદા પડવા ચાહતા હતા. અને વિદ્યાવિજયજીને પ્રેરણા કરી રહ્યા હતા કે તે પણ તેમની સાથે રહે. પણ વિદ્યાવિજયજી ગુરૂજીની અપાર કૃપાને સમજતા હતા. એમણે કરેલા ઉપકારને બદલે વળી શકે એમ ન હતો. પત્થરમાંથી એમણે પારસનું સર્જન કર્યું હતું. છતાં અત્યારે કોણ જાણે કયું પ્રલોભન આજે વિદ્યાવિજયજીને આકર્ષી રહ્યું હતું તે તેમને પણ ન સમજાયું.
“ જવું” કે “રહેવું” એ વાત કેટલાક દિવસ સુધી એમનાં મનમાં ઘોળાયા કરી. કેટલીય વાર સુધી એકાંતમાં બેસી રોઈ રોઈ વિદ્યાવિજયજી પોતાના મનનો ભાર હળ કરવાનો પ્રયત્ન કરતા. અને
એમ કરી આંસુ વાટે દિલનાં દુ:ખો બહાર કાઢવાને પ્રયત્ન કરતા. વિદ્યાવિજયજી સમજતા હતા-અંતરનો અવાજ સાંભળતા હતા. મારે ગુરૂદેવને સાથ ન છોડવો જોઈએ. જ્યારે બીજી તરફથી વલ્લભવિજયજીના આગ્રહને પણ તેઓ તરછોડી શકતા ન હતા.
શાસ્ત્રના અભ્યાસી આ યુવાન સાધુને ભાન હતું કે લાભ શામાં છે ? રહેવામાં કે જવામાં ? આ પ્રસંગે આ સ્પષ્ટ હતું કે એક તરફ નિર્દોષ પ્રેમ હતા, બીજી તરફ દષ્ટિરાગ હતા. બન્નેનું ઘર્ષણ હતું. આખરે ઘણું વાર બને છે તેમ અહીં મેહનો વિજય થયે- દૃષ્ટિરાગ જીતી ગયે. અને બંને ગુરૂભાઈઓ રહી ગયા. ગુરૂદેવ અને બીજી મંડળીનું પ્રયાણ આગળ થયું.