________________
: ૨૭ :
આરાધના
એ નારસમાં વિદ્યાવિજયજીએ પોતાનો સંસ્કૃત વ્યાકરણ
અને સાહિત્યને અભ્યાસ આગળ વધારવા માંડ્યો. સાહિત્યનું સતત ચિંતન એ તે પ્રત્યેક વિદ્યાર્થીને પરમ ધર્મ છે.
કલકત્તામાં દીક્ષા લીધા પછી વિદ્યાવિજ્યજીને માથાનું દર્દ લાગુ પડયું હતું. શિરોવેદનાનું આ દર્દ અસહ્ય હતું. ઘણા ઘણું ઉપચારો અને વૈદ્યોની દવા કરવામાં આવી હતી, પરંતુ કેઈથી કંઈ ફાયદો થયો નહોતો.
- એક દિવસ વિદ્યાવિજ્યજી પિતાના ગુરૂદેવ પાસે બેઠા હતા. એક બ્રાહ્મણ ગુરૂદેવનાં દર્શનાર્થે આવ્યો. ગુરૂદેવે વિદ્યાવિત્યની શિરોવેદના વિષે એમને વાત કહી.
તે બ્રાહ્મણ ઊભું થયું અને થોડીક જ વારમાં બહાર જઈ પાછા આવ્યો. એણે વિદ્યાવિજ્યને સુવાડીને નાકમાં કોઈ જાતના પાંદડાના રસનાં