________________
:
૫ :
વડી દીક્ષા
વત ૧૯૬૩ નું ચાતુર્માસ પૂરું કરીને ગુરૂદેવે સમસ્ત સાધુ
, મંડળ અને વિદ્યાર્થીઓની સાથે નવદ્વીપ (નદિયા) તરફ પ્રસ્થાન આદર્યું..
દક્ષિણ” કાવ્યને માટે “કાશી વ્યાકરણને માટે અને “નદિયા’ ન્યાયને માટે પ્રસિધ્ધ છે.
બંગાલમાં વિચારવાનું કાર્ય મુશ્કેલી ભર્યું છે અને તેમાં ય નદિયા જેવા વિસ્તારમાં જવાનું કાર્ય અતિ વિકટ છે. ત્યાંની જનતા “જૈન” નામથી તો અપરિચિત હતી. મોટા મોટા દાર્શનિકોએ માત્ર દર્શનશાસ્ત્રના ગ્રંથમાં જ “જૈન” શબ્દનાં દર્શન કર્યા હતાં પણ વાસ્તવિક જૈનોને