________________
: ૨૧ : ભક્તિની કસોટી
વિ રતવર્ષના પ્રસિદ્ધ પહાડમાં બંગાલના સમેત
- શિખરનું પણ સ્થાન છે. તેની ઉંચાઈ અને લંબાઈ અરાઢ માઈલની કહેવાય છે. આ પહાડ બગાલના હજારીબાગ જીલ્લામાં આવેલ છે. એ “પાર્શ્વનાથ હલ” નામથી પ્રસિદ્ધ છે. એને મધુવન પણ કહેવામાં આવે છે. પહાડ અત્યંત રમણીય છે. અને નિશદિન લીલુંછમ રહે છે. જેનો માટે આ સ્થાન તીર્થક્ષેત્ર મનાય છે. ચોવીસ તીર્થંકરમાંથી વીસ તીર્થકરેએ આજ પહાડની ઊંચી ઊંચી ટેકરીઓ ઉપર અનશન આદર્યું હતું અને મોક્ષ પ્રાપ્તિ કરી હતી.
સમેત શિખરમાં ગુરૂદેવ માંદા પડ્યા. ખરચી ખૂટી. દિવસે દુઃખ ભરેલા લાગવા માંડ્યાં. જાણે એમને માટે કસોટીનો જ સમય ન આવી. પહોંચ્યું હોય ! ખરેખર દુ:ખ એ તો માનવજીવનની કસોટી છે. જેમ અગ્નિમાં તવાઈને કુંદન શુદ્ધ બને છે તેમ માનવજીવન પણ દુઃખ રૂપી