________________
જીવનજોગી
માનવભક્તિ મંત્રથી રંગ્યાં, નિજનાં ઉર ને અંગ; એ અને જીવનગી, છતિયે જીવન-જંગ. દેવભૂમિથી દેવ કે આ , માનવ સેવા કાજ; ચિંતન ચિત્તે ધર્મનું નિત્ય, સજિયે સાધુ સાજ. સેવના કેરાં પિયૂષ પાતાં, વેરિયાં જીવન-ફૂલ; ઉત્કર્ષ કાજે લેકના જેણે, દાખવી શકિત અતૂલ. રંગની છાલક આજ છટા, ફૂલડાં નાંખે સૂર; આજ શે ઉત્સવ ઉર ઉમંગ, ઉજવે લેક આતુર. માનવતાની દિવ્ય પ્રતિમા, પૂજન એનાં થાય; ભાવને સિંધુ ઉછળે આજે, પ્રાણનાં પુષ્પ વેરાય. ત્યાગ છે જેને જનતા જાણે, જાણે જીવન મ; જીવજે જોગી ! જનતા કાજે, શીખવી વીરને ધર્મ.
– મૂળજીભાઈ પી. શાહ