________________
ગુરુદેવ ભગવતીજી સૂત્ર સંભળાવે તેવી મારી તીવ્ર મને કામના હતી. પણ કેઈક વિચિત્ર ભવિતવ્યતાના એગે તેમ ન બની શકયું. પાંચ-સાત કે વધુમાં વધુ પંદર મિનિટથી વધુ વ્યાખ્યાન આ શાંતિનગરના ચાતુર્માસમાં પૂજ્ય ગુરુદેવ ન કરી શકયા....
આ તરફ પ્રતિ રવિવારની બપોરની પ્રવચનશ્રેણી શરૂ થઈ. જનતા રસ સારી રીતે લઈ રહી હતી. પણ રોજના સુંદર શ્રેતા શ્રી રસિકભાઈ સેક્રેટરીએ ખૂબ જ વિનીત ભાવે વિનંતિ કરી કે, સાહેબ ! સળંગ એક વિષય પર આપ પ્રવચને શરૂ કરે તો આનંદ રહે. મારા કરેલા રામાયણના વ્યાખ્યાન તેમને યાદ હતા એટલે તેમણે સામાન્ય સૂચન કર્યું, “સાહેબ ! મહાભારત હોય તો કેમ? શ્રી શાંતિલાલ મગનલાલને આ વાત ગમી ગઈ. તેમના શબ્દોમાં હતું “રામાયણ તે થઈ ગઈ હવે સાહેબ ! મહાભારત કરે તો સારું.” સહજવાર તે સૂચન વિચારણય લાગ્યું. ત્યાં યાદ આવ્યું. મુનિ રનયશ વિજયજી પાંડવ ચરિત્ર વાંચતા હતા અને અવારનવાર કલેકે અંગે પૂછવા આવતા હતા. તે વખતે પણ આ ગ્રંથ સુંદર લાગેલે. અને તેમાંય વધારે અતીતમાં ઉતર્યો તે યાદ આવ્યું “અહા, તે વખતે નાની ઉંમર હતી છતાંય દાદા ગુરુદેવ શ્રીમવિજય લબ્ધિસૂરીશ્વરજી મ. સા. ના વ્યાખ્યાને સાંભળેલા. નિયમિત તો નહીં પણ અવારનવાર લાલબાગમાં એ વ્યાખ્યાને સાંભળવાનો પ્રસંગ આવ્યું હતું. મારા પૂજ્ય ગુરુદેવ તે વખતે “ઠાણાંગ સૂત્ર વાંચતા હતા. અને આવા પ્રકાંડવાદી વિજેતા પૂ. દાદાગુરૂદેવ કથાધિકારે પાંડવ-ચરિત્ર વાંચતાં હતા. તે વાંચન કરતી વખતે પૂ. દાદા ગુરુદેવની તન્મય થતી મુખમુદ્રાને હું