________________
૩૯
રામાયણ અને મહાભારત જેવા ગ્રંથ શીખવે છે કે જીવનને પ્રથમથી ત્યાગમય બનાવી શકે તેમ ન હોવ તો જીવનના–સંભવિત ઉંમરના ચાર ભાગ કરે દા. ત. ૮૦ વર્ષ. ૧ થી ૨૦ વર્ષ—પૂર્ણ બ્રહ્મચારી રહી અભ્યાસ કરે.
કલાજ્ઞાન–વ્યવહાર જ્ઞાન પ્રાપ્ત કરી ધર્મજ્ઞાન
(બ્રહ્મજ્ઞાન) મેળવે. ૨૦ થી ૪૦ વર્ષયૌવન વયમાં મર્યાદા પૂર્વક જીવી
નીતિ અને ન્યાયના પવિત્ર માગે આજીવિકા પ્રાપ્તિ એગ્ય ધંધે–વ્યાપાર કરી આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરે. અર્થ અને
કામના પુરુષાર્થને સુયોગ્ય માર્ગે વાળે. ૪૦ થી ૬૦ વર્ષ–ઘરમાં પણ ટ્રસ્ટી બનીને રહો. આ
ઘરનો હું કર્તા છું તેવો ભાવ ગાળી નાંખો. આશ્રિત અને પાલિતો જે કરે છે તેને તમે
બને તેટલા નિલેપ ભાવે જોયા કરે. ૬૦ થી ૮૦ વર્ષ–સંસારની તમામ જવાબદારીઓને
પૂર્ણ કરી, સંયમધર્મને અંગીકાર કરે. સાધુ બને..સંન્યાસી બને પણ ગૃહનો
ત્યાગ કરો. પર મહાભારતની પાસે જીવનને મહાન બનાવવાનો પ્લાન
છે. ઘર જેમ પ્લાન વિના ન બને તેમ જીવન પણ આવા સુંદર પ્લાન વિના ન બની શકે