________________
ર૯ #ક સંકારી પુત્ર ગાંગેયની
“ભીષ્મ-પ્રતિજ્ઞાઓ
આજે પિતા શાંતનુએ વધુ વાત ન કરી ગાંગેય હેરાનપરેશાન થઈ ગયે. પિતાજી કંઈક કહેવા જેવું નહીં હોય માટે જ નહીં કહેતા હોય. અને તેથી જ ચતુર મંત્રીને ગાંગેચે હલાવ્યા “ચોવીશ કલાક પહેલાં બાતમી લાવી આપે મારા પિતાને થયું છે શું ? મંત્રીશ્વર ! પિતાજીની સાથે વાત કરવા જાવ ત્યારે કોઈપણ વાતની કબુલાત તમારે મારા તરફથી કરવાની યેગ્ય લાગે એ ત્યાં જ કરતાં આવજે. મારા મગરૂર સિંહ જેવા પિતાનું હું આવું ઉતરેલું મુખ જોઈ નથી શકતો. જાઓ....મંત્રીશ્વર ...જલદી જવાબ લાવો.”
મંત્રીશ્વર ચોવીશ કલાકમાં તો મહારાજા શાંતનુના પેટના પાતાળ સુધી પહોંચી ગયા. વિવશ બનેલ રાજાએ જરાક દુઃખ હળવું થવાના ભાવે બધું જ કહી દીધું. મંત્રીશ્વરની વાત જાણી સીધે જ યુવરાજ ગાંગેય નદી તટે પહોંચી ગયે. નાવિકરાજને લાવ્યા....
નાવિકરાજ ! જુઓ, હું માતા સત્યવતીને લેવા આવ્યો છું, આપે સત્યવતીને મારા પિતાને આપવાની શા માટે ના પાડી ? માતા ગંગા આમેય જંગલમાં છે. તમારી. પુત્રીને કેઈ શકયનું દુઃખ નથી. મારેય મન માતા સત્યવતી ગંગા જેટલી જ માન્ય રહેશે. નાવિકરાજ ! આ પ્રસંગ છે....કેમ ઉપેક્ષા કરે છે...?