________________
૨૩
6
નગરની કાઈ રમણીયતા ખેંચી ન શકી. રાજમહેલમાં આવ્યા પણ માતાના અવાજના ભણકારા તેને વિહ્વળ બનાવતા હતા. તાકાત એક જ હતી.... માતાએ આપેલા અંતરના આશિષ, બેટા ! હવે મારા મેાહથી પણ પાછે ન ફરીશ. તારા પિતામાં જ હવે માતા અને પિતા મને યના દર્શન કરજે.’
મૈં યુવરાજ ગાંગેય...
પિતા શાંતનુ પણ માતા અને પિતાની બેવડી ફરજો બજાવી પુત્રને લાડ લડાવી રહ્યો છે. પુત્ર ગાંગેયના પરાક્રમે જોતાં પિતા શાંતનુને ઘણીવાર લાગે છે કે પુત્રની પ્રતિભા જગપિતા અને તેવી છે.
ગાંગેચે થાડા જ દિવસમાં પિતાની એવી સારવાર કરવા માંડી કે પિતા જ્યાં સુધી સુખ-દુઃખની વાત દીકરાને ન કરે ત્યાં સુધી તેને ચેન નહાતુ પડતું. મહારાજા શાંતનુના હૃદચમાં ગાંગેય કરતા કાઈ વધારે ભરાસાપાત્ર ન હતું. વર્ષાં વીતતા ચેાગ્યતા જેઈને ગાંગેયને યુવરાજ બનાવ્યેા પિતા શાંતનુ શાંત હતા. કારણ.... યુવરાજ ગાંગેય ભાવિના એક સમથ રાજવી થશે, એ વાતમાં હવે રાજાને તે શું પ્રજામાં પણ કોઈનેય શંકા ન હતી. ગાંગેયે યુવરાજ હાવા છતાંય રાજકાજની તમામ જવાબદારી ઉપાડી લીધી હતી.