________________
૩૭૨
આ દિગવિજય પ્રસ્થાનની પૂર્વે યુધિષ્ઠિરને બંધુઓના વચન પર, સત્યતા પર અને સત્યની સફળતા પર પૂરે વિશ્વાસ છે. તેમનું હૈયું આનંદથી ઉભરાઈ જાય છે. વિનીત પુત્રની જેમ સેવા કરતાં બંધુઓને જોતાં આંખના ખૂણા હર્ષાશ્રુથી ભરાઈ જાય છે. યુધિષ્ઠિરે કહ્યું. “બંધુઓ ! તમારી ભાવનાની સફળને માટે મારા અંતરના આશિષ છે. દિવિજય કરતાં આપણે ખ્યાલ રાખવાને છે કે રાજ્યની લિપ્સા કરતાં રાજ્યની સુચારૂ વ્યવસ્થા એ આપણું અરમાન હોવું જોઈએ. માર્ગના રાજાઓને મોટે ભાગે સામ અને દામથી જ આધીન કરવા. ભેદ અને દંડ ભલે રાજનીતિમાં પ્રવેશ કરાયેલ હોય, પણ ભેદ અને દંડ એ ન છૂટકાના ઉપાયે છે. અસાધ્ય રોગને દૂર કરવાના અનિષ્ટ ઉપાય જેવા છે. તો ધ્યાન રાખજો કે પરાક્રમ જ્યાં તમારે બતાવવું પડે ત્યાં પણું તમે પ્રતિસ્પધી રાજાની સામે ઉદ્ધત અને અક્કડ રહેતા નહીં. જબરજસ્ત માથા ભારે શત્રુને પણ હાથનો સાથ બનાવી તેને પણ હૈયાને પ્રેમ આપજે. સર્વથા સફળ થાય તેવી મારી ભાવના છે, પણ એકવાર હું શ્રી ભીષ્મ પિતામહને વાત, કરી લઉં. પિતા પાંડુ આમતે નિવૃત્ત છે પણ તેમનાય આશિષ મેળવી લઉં. પછી શુભ દિવસે તમને પ્રસ્થાન કરવા જણાવીશ.
શ્રી ભીષ્મપિતામહ આદિ દરેક વડીલે જણાવે છેશુભસ્ય શીધ્રમ.” રાજ્ય દરબાર વિસર્જન થયે છે પણ એક નવ સર્જનના મરથ સહુને ઘેરી લીધા છે. શ્રી યુધિ. ષ્ઠિરે વડીલોના અંતઃકરણના આશિષ મેળવી અપૂર્વ તૈયારીઓ કરવા માંડી છે.