________________
૩૯
બનવું. કેઈને દુઃખી કરી સુખી થવું એટલે બીજાને દુઃખ આપવા માટે પોતાને એટલા બધા દુઃખના સંગ્રાહક[Stockist] બનવું પડે છે કે પોતે કદીય સુખી બની શકતા નથી. બાકીના ચારેય બંધુઓ મોટાભાઈની ભાવનાને સાકાર કરે છે. મોટાભાઈ જે દિશા દર્શાવે છે...ચારેય ભાઈએ તે દિશામાં દોટ મૂકે છે. યુધિષ્ઠિર આ ચારેય બંધુઓનું પ્રેમપૂર્વક જતન કરે છે. ચતુર પાંચાલી દ્રૌપદી પણ રાજકારભારની નિષ્ણાત નારી છે. દ્રૌપદી રાજ્ય દરબારમાં જઈને ફક્ત બેસતી નથી પણ રાજ્ય કારભારની રજેરજથી માહિતગાર છે. મહારાજા યુધિષ્ઠિરને દિશા સૂચન કરવામાં અને ચારેય બંધુઓને કાર્ય કરવામાં સતત પ્રેરણારૂપ છે. નારીનું સાચું સ્વરૂપ પ્રેરણું છે...પ્રવૃત્તિ એ પુરુષ છે પ્રવૃત્તિમાં વેગ ત્યારે જ આવે કે જ્યારે પ્રેરણું હેય, સન્નારી એ પ્રેરણા છે, વચન દ્વારા ઓછી પણ કર્તવ્ય દ્વારા પૂરી. પ્રેરણું એટલે પૂરકતા પરિણામે જે જે કાર્યમાં જ્યાં જ્યાં અધુરાશ હોય ત્યાં ત્યાં મધુરાશ વેરી પૂર્ણતા કરવી એ સતીનારીનું વ્રત હોથ છે. માતા, કુંતી અને માદ્રી પણ તેવા જ પૂરકબળે છે. માનવને સફળતા માટે શું જોઈએ?
વાત્સલ્ય અને આશીર્વાદ પ્રેરણા અને પૂરકતા... સહાય અને સહયોગ....
- આટલું મેળવી ચૂકેલ મહાભાગી યુધિષ્ઠિર શા માટે વિશ્વ પર સામ્રાજ્ય ન કરે ?