________________
૩૫૫
વડીલની નાનીશી પ્રેરણા પણ સુગ્ય આત્માના ગુણવૃક્ષને વસંતઋતુની માફક વિકસતુ અને મહેકતું કરી
દે છે.
શ્રી અર્જુનને સમજાઈ ગયું છે કે આવા ગુણીયલ વડીલ ના ઉપકારને વાળવા જાતના જોડા સીવડાવીએ તે ય બદલે વાળી ન શકાય. આવા કંઈક શુભ મનેરમાં મહાલતા અને નગરજનોના ઉમળકાને નિહાળતા શ્રી અર્જુન રાજમહેલ સુધી આવી પહોંચ્યા. અહીં તો કલાકથી રાહ જોઈને ઉભેલી પેલી માતા કુંતી દેખાઈ માતા કુંતી ને જોતા અર્જુ નનું હૃદય ઉછળ્યું. ક્ષણવાર તે માતાને નીચે બેસાડીને તેની ગોદમાં છુપાઈ જવાનું અર્જુનને દિલ થયું, પણ આ રાજ્ય રસાલે સાથે હતો. તેથી સંયમ રાખે
માતા કુંતી પણ પિતાના આ પુત્રની આરતી ઉતારવા બહાવરી બની હતી. મંગળ વિધિ કરવી જરૂરી હતી. માતા કુંતીએ જ આરતી ઉતારી, ભામણા લઈ શ્રી અજુનને પિતાના રાજમહેલમાં પ્રવેશ કરાવ્યો.
રાજમહેલના પ્રવેશ બાદ ઔચિત્ય વિધિ થઈ. શ્રી અજુને સહુને પોત પોતાના સ્થાને રવાના કર્યા. હવે તેને ઉત્કંઠા હતી પ્રાણ પ્રિય સતી દ્રૌપદીને મળવાની પોતાનાં રાજખંડમાં પ્રવેશ કરતાં જ દ્રૌપદી સામે મળી. બંનેયના આતુર નયનેએ ક્ષણવારમાં ઘણું ઘણું વાત કરી લીધી. મુખ જ્યારે વાત કરી શકતું નથી ત્યારે વાત કરવાને વારે આંખને જ હોય છે,