________________
૩૫૧ ક નિષ્ફળતા પછી પણ વૈરાગ્ય આવે તો નિષ્ફળતા સફળ
જ બને છે. સફલ બનવું સહેલું છે સરલ બનવું મુશ્કેલ છે. સિદ્ધાંત ખાતર લડનાર આત્મા હારનાર પર પણ પ્રેમ અને કરુણા વરસાવી શકે છે. લડત માટે સિદ્ધાંત ચલાવનાર હારેલા ને તિરસ્કારે છે. મરેલાને મારવાં
જાય છે. E; હાથ તૂટવાથી માનવ માત્ર ઠુંઠે થાય છે પણ સાથ
તૂટવાથી તે માનવ બહેરો, બોબડે, લંગડો અને હું ઠે. થઈ જાય છે. બાલ્યાવસ્થામાં માતાને સાથ... યૌવનમાં પત્નીને સાથ... અને વૃદ્ધાવસ્થામાં પુત્રને સાથ.. ભલે ગમે તેટલા મહત્ત્વના ગણાયા હોય પણ સાચો સાથ તો પ્રભુને સાથ છે, જે ત્રણેય કાળમાં જીવનને ટકાવી શકે છે. કારણ પ્રભુ જ સાચે નાથ છે. પ્રભુને સાદ ઘણાને સંભળાય છે પણ પ્રભુને સાથ ઓછાને પ્રાપ્ત થાય છે. મા +નવ = સંસ્કૃતમાં “મા” એટલે “લક્ષમી.” જેની પાસે નવ પ્રકારની લમી હોય તે જ માનવ છે.
(૧) સંસ્કાર લક્ષ્મી (૨) સદુધ લક્ષ્મી (૩) સારલ્ય લક્ષ્મી (૪) સમભાવ લક્ષ્મી (૫) સન્માર્ગ લક્ષ્મી (૬) ગુરુ લક્ષ્મી (૭) સંતેષ લક્ષ્મી (૮) ક્ષમા લક્ષ્મી (૯) શ્રદ્ધા લક્ષ્મી