________________
૩૩૧
જ પ્રભાવતી કોણ? કેસરે આ વાત સેવકો દ્વારા જાણી અર્જુનને કહી. અજુનનું હૈયું દુઃખથી ભરાઈ ગયું. તેમાંય પ્રભાવતીનું નામ સાંભળતાં તેને શંકા થઈ, રખેને મારા ઉપકારી મારા વિદ્યાગુરુ મણિચૂડની બહેન જ પ્રભાવતી નહીં હોય ને! ભલે ગમે તે પ્રભાવતી હોય પણ મારે હેમાંગદનું દુઃખ દૂર કરવું જોઈએ. અને કેસરને હેમાંગદ પાસે મોકલી કહેવડાવ્યું કે- હે રાજન ! તારા પરમ સદ્ભાગ્યથી આ જંગલમાં અર્જુન આવી ગચે છે. પાંડવ–અર્જુન હવે તારું દુઃખ દૂર કર્યા વિના નહીં રહે! મને પણ ૧૨ વર્ષથી પરિવાર અને પ્રિયાને વિરહ છે ! પ્રિયાના વિરહનું દુઃખ હું પણ સમજું છું. ગમે તે રીતે હવે તેની શોધ થશે. જ્યાં સુધી હું શોધ કરી પાછા ન ફરું ત્યાં સુધી તું કેઈ અપકૃત્ય ન કરીશ.” કેસરે આ વાત રાજસેવક દ્વારા રાજા હેમાંગદને પહોંચાડી. હેમાંગદે
જ્યાં સુધી અર્જુન પાછા ન ફરે ત્યાં સુધી તે જ જંગલમાં રહેવાનો નિર્ણય કરી દીધો. મહામના માનવ અર્જુનની શોધખોળ સફળ થાય અને પિતાની પ્રાણપ્રિયા પ્રભાવતી પાછી મળે તેની જ ઝંખના હેમાંગદ રાત દિવસ કરવા લાગે.
અર્જુન કેસરને લઈને પ્રભાવતીની શોધ માટે ઉપડ્યા. આટલા બધા રાજાઓ આટલા બધા રાજ્ય મહેલે એ બધામાં કેવી રીતે પ્રભાવતી મળે, તે એક પ્રશ્ન હતો. પણ સાત્ત્વિક પુરુષે પ્રશ્નથી, સમસ્યાથી ડરતા નથી, એ સમજે છે પ્રશ્ન હોય તે ઉત્તર હોય જ સમસ્યા હોય તે સમાધાન હેય જ. અર્જુને ચતુર કેસરને પૂછયું-“જે કેસર ! પ્રભાવતી