________________
ગ્રંથ-પરિચય
r૧.
પરમાત્મા મહાવીરે ગૌતમસ્વામીજીને ત્રિપદી આપી ઉપૂનેઈ વા વિગમેઈ વા અને ધુવેઈ વા. ત્રિપદીને વિસ્તાર થયો. દ્વાદશાંગી...૧૨ અંગે.... જૈન આગમે...
આ બાર અંગોમાંનું છટકું અંગ એટલે જ્ઞાતાધમ કથા. આ જ્ઞાતાધર્મ કથામાં કોડે કથા છે. આ કથામાંથી આપણા આ મહાભારતની કથા ઉતરી આવી છે. આ કથા જૈનગ્રંથ વસુદેવ હીંડી, ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર વિગેરે ગ્રંથમાં આજે પણ મોજુદ છે.
આ બધી કથાઓના આધારે મલધારિ ગરછના જૈનાચાર્ય પૂ. દેવપ્રભસૂરીશ્વરજી મહારાજે “પાંડવ ચરિત્ર રચના કરી છે. હિન્દુધર્મમાં પણ આ કથા પ્રસિદ્ધ છે. આ કથા ગ્રંથનું હિન્દુ પરંપરામાં પહેલા નામ હતું “જય” પછી તેનું નામ થયું “ભારત” અને આખરે તેનું નામ પ્રસિદ્ધ થયું “મહાભારત હિન્દુ પરંપરાની આ કથા મહર્ષિ વેદ વ્યાસે રચેલી છે. ગૌરી પુત્ર ગણેશજીએ તેને ગ્રંથ રૂપે લખી છે. અત્યારની હિન્દુ પરંપરામાં મહાભારતના લગભગ એક લાખ લેકે છે. આ જ મહાભારતના પ્રાયઃ તમામ પાત્રોનાં વિશદ અને અતિશયેક્તિ આદિથી રહિત વર્ણને પાંડવ ચરિત્રમાં છે. જૈનાચાર્ય પૂ. દેવપ્રભસૂરીશ્વરજીએ રચેલ મહાભારતનું કદ આઠ હજાર [૮૦૦૦] શ્લોક પ્રમાણ છે. આ પ્રસ્તુત શ્રી અભિનવ મહાભારત ગ્રંથના વ્યાખ્યાનને આધાર ગ્રંથ છે.. ‘પાંડવાચરિત્ર