________________
૨૮૭ મેં પાળેલાં સાધુપણામાં અને કરેલા તપમાં કઈ શક્તિ હોય તે મને પણ આવી જ રીતે પાંચ પુરુષની સેવા મળે...”
આ બનાવ બન્યા બાદ સુકુમારિકા સાધ્વીજી ઉપાશ્રયે તે આવ્યા પણ, એને સંયમ દેહ મેહના સાગરમાં ડૂબી ગયો હતો. એ હવે શરીરને ટીપટોપ રાખવા માંડયા. વારંવાર હાથ-પગ ધોઈને આકર્ષક દેખાવા પ્રયત્ન કરવા માંડ્યા. મોટા સાધ્વીજીએ સુકુમારિકા-સાધ્વીજીને શણગાર કરતા
ક્યા. પણ ઉદ્ધતાઈમાં ચઢેલ અને વિકારમાં ફસાયેલ સુકુમારિકા સાધ્વીજીએ કેઈનું કશું જ માન્યું નહીં. ઉપરથી એ વિચાર કરવા માંડયાં કે આ બધા સાધ્વીજી પહેલાં મારી જોડે કે સુંદર સંબંધ રાખતા હતા. હવે મને વારંવાર ટોકયા કરે છે. આવી ટકટક કરનાર સાધ્વીજીને સંગ જ ન જોઈએ.” અને સુકુમારીકા સાધ્વી બધાથી જુદી પડીને રહેવા લાગ્યા. સુકુમારિકા સાવજીમાં તપ ત્યાગ કરવાની શક્તિ હતી, મનમાં વિકાર ઊંડા ચાલી ગયા હોવા છતાંય આ ભવમાં તે વ્રત તોડવું નથી તે તેને નિર્ધાર હતો. એટલે તપ ખૂબ કર્યો. અને કાળધર્મ પામતા પહેલાં આઠ માસની સંલેખના કરી, પણ પોતાના દોષે અને પાપોનું પ્રાયશ્ચિત ન કર્યું. પિતાનું આયુષ્ય પૂરુ કરીને તે સુકુમારીકા ત્યાંથી સૌધર્મ નામના દેવલોકમાં દેવી બની.
રસ સુકુમારિક જ દ્રપદી અધીર બનીને સાંભળી રહેલા સહુ રાજાઓ અને સભાસદ સમજી ગયા કે આ સુકુમારિકા એ જ આજની દ્રૌપદી