________________
વાળાની હણા મોરી
અને...અંતે કૂતરો ચૂંટાઈ ગયે ચૂંટણી જાહેર થઈ. સૌથી પહેલાં કૂતરાભાઈએ ઉમેદવારી સેંધાવી. બધાને આશ્ચર્ય થયું. આ કૂતરાએ શું સેવા કરી છે? આ કુતરાને કેણ મત આપશે ? એટલે સારા ઉમેદવાર તરીકે લોકોએ ભેંસને ઊભા રહેવા દબાણ કર્યું. ભેંસે તો જાડુ ઘટ્ટ દૂધ બધાને પીવડાવ્યું હતું એટલે તેને મત મળી શકે તેમ હતું. એ પછી કેટલાક ધાર્મિક લોકોએ વિચાર કર્યો. ચૂંટણીમાં કઈ ધાર્મિક અને પરોપકારી ઉમેદવાર ઊભું રહે તો સારું. આખરે પવિત્રતમ ગાયને પસંદ કરવામાં આવી. ગાયમાતા તો આમેય સહુના મનમાં વસેલી એટલે હવે તેને મત મળી જશે તેમાં કોઈનેય શંકા ન હતી. ચૂંટણીને જંગ હવે જામ્યો હતો. એટલે પક્ષીવર્ગ માંથી મધુરકંઠી પિપટને અને મધુર સ્વરવાળી કેયલને પણ ઊભા રાખવામાં આવ્યા. ચૂંટણી જોરદાર થઈ. કૂતરાભાઈને તે હવે ચાન્સ લાગે તેમ કોઈનેય લાગતું નહતું. પણ કૂતરાભાઈએ એકજ કામ કર્યું. જ્યારથી ઊભા રહ્યા ત્યારથી છેક સુધી ભસ્યાજ કર્યું...ભસ્યા જ કર્યું. ભસ્યા જ કર્યું.
અને....નિશ્ચિત દિવસે પિટી ખુલી પરિણામ માટે સહુ આતુર હતા. કહેવાની જરૂર નહતી. સૌથી વધુ મતે ચૂંટાઈ આવનાર કૂતરાભાઈ જ હતા.
બધાએ આશ્ચર્યથી પૂછ્યું “તમે કેવી રીતે ચૂંટાઈ આવ્યા?” કૂતરાએ કહ્યું. “તમને ક્યાં કશું આવડે છે?