________________
હજારે કડીઓ આજુબાજુમાંથી એક સાથે આવી ગઈ બધી જ કીડીઓ શાકમાં મેં નાંખતા જ ત્યાં ને ત્યાં ખલાસ થઈ ગઈ. - દયાળુ ધર્મરૂચિ અણગાર સમજી ગયા. આ શાક હવે શાક નથી પણ એક ઉત્કટ ઝેર બની ગયું છે. શાકના રસનું એક ટીપું પણ જ્યાં પડશે ત્યાં હજારો જી ખલાસ થઈ જવાને.... આવા બધા જીવોને કેમ મરવા દેવાય? મહા દયાળુ આ ધર્મરૂચિ મુનિનું હૃદય ઝાલ્યું ન રહ્યું. તેઓ પોતે લાવેલ આ શાકથી હવે કેઈ જીવ મરે તે સહી ન શકયા. તેમણે ત્યાંજ બેસી જઈને એક મહાન નિર્ણય કર્યો. તેમણે નકકી કરી દીધું કે બધું જ શાક પોતે વાપરી જવું (ખાઈ જવું) ! અનેકેને મારવા કરતા પિતાનું બલિદાન આપવું તેમને શ્રેષ્ઠ લાગ્યું. સાધુ તો એવા જ
હાય...
જગત ખાતર જાત નિર્ચવી નાંખે પણ જાત માટે જગતને જરાય દુ:ખ ન આપે !
..જીવો અને જીવાડે એટલું જ માનનારા નહીં. પણ... જી અને સહુને જીવતા શીખવાડો....એવું માનનારા હોય....પોતે મને પણ અન્યને મોતમાંથી ઉગારનારા હોય!
ધર્મરૂચિ અણગારે ઝપાટાબંધ બધું શાક પૂરું કરી દીધું. નાગશ્રીની મૂર્ખતાએ માસક્ષમણ (૩૦ ઉપવાસ) ના આ મહાન તપસ્વી મુનિનું પારણાના દિવસે જ મોત નિપજાવ્યું.....!