________________
ર૩ર
રૂ દ્રોણાચાર્યને કઠણ વા જેવા કાળજાને એકલવ્યે પિતાના સમર્પણથી કમળ કરી નાંખ્યું છે. સાક્ષાત્ ગુરુની ઈચ્છા ન હોવા છતાં ય શિષ્ય સમર્પણથી ગુરુ
પાસેથી વિદ્યા મેળવી. ક દ્રોણાચાર્યના બે શિષ્યો છે. એક અર્જુન અને એક
એકલવ્ય! ! ! એકલવ્યના સર્મપણમાં એક કોઠાધિપતિ શેઠિયા જેવી મસ્તી છે. એક સિંહ જેવી મગરૂરી છે.... અર્જુનના સમર્પણમાં એક ગરીબ જેવી દરિદ્રતા હરણિયા જેવી મજબૂરી અને દીનતા છે અર્જુન પિતાના રાજ્યના સંરક્ષણ માટે પોતાના યશ માટે અને પિતાનાથી બીજે કઈ આગળ આવે નહીં તેવી સ્વાર્થવૃત્તિથી શસ્ત્રવિદ્યા શિખે છે. જ્યારે એકલવ્ય... આત્માના આનંદ માટે નિઃસ્વાર્થ વૃત્તિથી શસ્ત્ર-વિદ્યા શીખ્યો...બન્નેના આદર્શમાં તફાવત છે
તેથી જ બન્નેના સમર્પણમાં પણ તફાવત છે. - અર્જુન ભલે જગત વિખ્યાત બાણાવલી બન્યા હોય
પણ જગત વિખ્યાત ગુરુભકત તો એકલવ્ય જ બને. દ્રોણાચાર્યે એકલવ્ય પાસેથી અંગૂઠો માંગીને બંને શિષ્યોને પ્રથમ નંબરે બેસાડ્યા....
અર્જુનને બાણ કળામાં...એકલવ્યને સમર્પણ કળામાં... s, ગમે તે થયું છતાંય દ્રોણાચાર્યના બંનેય શિવે પ્રથમ
પંકિતમાં જ રહ્યા. ગુરુકૃપા શ્રેષ્ઠતા અપાવે તેમાં શંકા નથી........