________________
૧૮૨ પુત્રને ધર્મ માગે સ્થિર કરવાને કુંતીએ સંકલ્પ કર્યો. ધર્મમાર્ગને ઊંડે પરિચય પોતાના રાજકુળમાં પણ થાય માટે કુંતીએ નાશિક નગરમાં એક ભવ્ય જિનમંદિર બંધાવ્યું. આ સોહામણા મંદિરમાં તેણે ચંદ્રપ્રભ ભગવાનને બિરાજમાન કરાવ્યા જિનમંદિર ભક્ત હદય માટે અનિવાર્ય આશ્રયસ્થાન છે. જેમ માર્ગમાં ફરતાં પથિકને ધર્મશાળાની જરૂર છે તેમ સંસારમાં ભટકતાં હદયને જિનમંદિર એ વિસામે છે. આવા મંદિરમાં સમજ પૂર્વકના દર્શન કરનારને માત્ર થાક જ ઊતરત નથી પણ એક અપૂર્વ તાજગી એ આત્મા પ્રાપ્ત કરે છે.
શકુંતીને પુનઃ ભવ્ય ગર્ભધારણ
વધતી જતી આ ધર્મ ભાવનાના જ પ્રભાવે પુનઃ માતા કુંતી ગર્ભવતી બને છે. પેલી બાજુ ગંધારીની ધીરજ ખૂટી છે. તેને પ્રસૂતિ થતી નથી. પુત્ર અવતરતો નથી. કુંતીએ એક સુંદર સ્વપ્ન જોયું. સ્વપ્નમાં પ્રચંડ વાયુને વહેતા જે. આ વાયુ સ્વર્ગના ઉદ્યાન નંદનવનમાંથી આખા કલ્પવૃક્ષને ઉપાડીને વહી ગયો. અને તે જ કલ્પવૃક્ષ ઊડતું ઊડતું કુંતીના મેળામાં આવ્યું.
- કુંતીએ શ્રી પાંડુરાજને પિતાના આ સ્વપ્નની વાત કહી. ચતુર શ્રી પાંડુએ કહ્યું. “તારે આ ભાવિ પુત્ર પ્રચંડ પવન જે બળવાન થવાનું છે.” આ સ્વપ્નને ફલિતાર્થ છે. પતિની આ વાતને કુંતીએ પ્રેમથી વધાવી. દિવસે જતાં તે કુંતીને જાત-જાતના મનેર થવા માંડ્યા. ક્યારેક