________________
૧૫૬ બનાવ જેથી કંસના દુષ્કૃત્ય પ્રત્યે શ્રી કૃષ્ણ પણ જાગૃત થાય. બીજી બાજુ તેમણે પિતાના સમુદ્રવિજય વિગેરે મટાભાઈ. એને કંસના ઘાતકી આચરણની જાણ કરી અને જરૂર પડે ત્યારે તરત જ શ્રી કૃષ્ણને મદદ કરવા તેઓ બધાને તૈયાર કર્યા. જ શ્રી કૃષ્ણને બલભદ્રજીએ આપેલે
સાચો પરિચય શ્રી કૃષ્ણજી હજી કંસની દુષ્ટતાથી અજ્ઞાત છે. શ્રી કૃષ્ણજી પિતાને નંદના અને યશોદાના જ પુત્ર માને છે....શ્રી બળબદ્રને એક આસ અને ગુરુ તરીકે માને છે. શ્રી બળભદ્ર જુએ છે કે શ્રી કૃષ્ણજી હવે બધી રીતે સમજે છે. હવે તેના કાનમાં સાચી-વાત નાંખવી જોઈએ. એટલે શ્રી બળભદ્ર શ્રી કૃષ્ણને કહ્યું...અરે...કૃષ્ણ આવા માંગલિક પ્રસંગે આમ ન દેડાય ચાલ પહેલાં આપણે સ્નાન કરી લઈએ...અને બેય ન્હાવા જવા માટે માતા યશોદા પાસે જાય છે.યાદા કહે છે “જાવ અહીંથી હું તમને હમણાં ન્હવડાવીશ નહી. અત્યારે મારે ન્હાવાને સમય છે....મારે કામ પણ છે.... જાવ અહીંથી.”
શ્રી બળભદ્રએ લાગ જોઈને આંખ લાલ કરી....યાદાને કહ્યું..હ...જાતની દાસી થઈને તું આટલી અભિમાની શું થઈ છે? પાણી ન આપે તે અમે જઈશું યમુનામાં.”
અને શ્રી બળભદ્દે શ્રી કૃષ્ણને હાથ પકડી શ્રી કૃષ્ણને યમુનાને તટપર લઈ જવા ઉતાવળા થયા. શ્રી કૃષ્ણ નીકળ્યા તો ખરા... પણ મેંઢા પર ખૂબ ઉદાસીનતા હતી...