________________
૧૪૯
શ્રીકૃષ્ણના વધ માટે કંસની મંત્રીઓ સાથે મસલત કંસે બહુ જ આંતર મથામણ બાદ પોતાના મંત્રીઓને બોલાવ્યા. મંત્રીઓની સલાહ માંગી. • પણ શાણાની સલાહ રાણે માને ખરે??? તેને મંત્રીઓની પાસેથી પણ ધાર્યું કરાવવું હતું. મંત્રીઓને આદેશ આપ્યો કે અરિષ્ટ બળદને અને કેશી ઘેડાને ખૂબ પુષ્ટ બનાવે. તેઓને ખૂબ ખૂબ ખવડાવે...તેને મારવાની વાત તો દૂર રહે પણ કેઈ તેને પકડી પણ ન શકે...અને બળદ તથા ઘેડાને પુષ્ટ થાય એટલે યમુનાના કાંઠે છેડી દે. જેઉં છું કેની મજાલ છે કે એને હાથ અડાડે !
અને પેલા ચાણુર અને મુષ્ટિને તે રેજ માલ–પાણી ખવડાવે.રોજ નવી નવી કસરત કરાવો...એમને તો આમે ય કઈ હરાવનાર નથી પણ તોય તેમને ખૂબ જ તગડા બનાવે.
મંત્રીઓ વિચારતા હશે....પુણ્ય તગડું ન હોય ત્યાં સુધી કેઈને ય તગડા કર્યાને ફાયદો નથી.....પણ રાજ આજ્ઞાનું પાલન અનિવાર્ય હતું. મંત્રીઓએ કંસની આજ્ઞાનું પાલન કર્યું.
આ તરફ શરદઋતુ આવી. પેલા સ્વેચ્છાચારી અરિષ્ટ બળદને અને કેશી ઘેડાને મસ્તી ચડવા માંડી ગોકુળમાં જઈને બધાંય પશુઓને ત્રાહિ ત્રાહિ પોકારાવી દીધી. ભલભલા પશુઓ સાથે આ બળદ અને ઘેડો માથાં અફાળે.