________________
શ્રેણી–૫ # $થાન ૩ શ્રી પાંડુ જગલની વાટે
[પૃ. ૭ર થી ચાલુ) અંધકવૃદિણ કુંતીના લગ્ન માટે સુભદ્રાને પૂછે છે. પણ સુભદ્રા તે પહેલેથી બધી વાતથી માહિતગાર છે. તે ફિકકા પાંડુને પિતાની પુત્રી આપવાની સ્પષ્ટ ના કહે છે. અંધકવૃષ્ણિએ પણ તેના નિર્ણયને કબૂલ કર્યો. કેરકની. સાથે આવેલ પ્રસનહસ્તી સવારે રાજદરબારમાં આવ્યો. તેની આતુરતા તો પાર વગરની હતી પણ અંધકવૃષ્ણિએ. પ્રસન્નહસ્તીને સ્પષ્ટ ના પરખાવી દીધી. આવા આકસ્મિક ફેરફારથી કેરકને પણ આઘાત લાગ્યો. તેને પણ અંધકવૃષ્ણિ રાજાને આ નિર્ણય ગમ્યો ન હતો. પ્રસનહસ્તિને ચહેરે જાણે તદ્દન અપ્રસન્ન બન્યો. પણ તે છતાંય તે બે ના મુખ પર કંઈક ખંધું સિમત ફરકી ગયું. બંને જાણે કહેવા માંગતા હતા કે જે જે નિર્ણય ફેર ન પડે. પણ આજે તો જે નક્કી કર્યું હતું તે જ તેમણે સ્વીકારવાનું હતું.
મહારાજા ભીષ્મને પ્રસનહસ્તિએ ભારે મને વાત કરી ભીષ્મપિતામહે પણ “કર્માધીન જગત છે” કહી ફેંસલે માન્ય રાખે. કેટલાક લોકે સમજતા હોય છે કે મિલન અને વિરહ કેઈકવાર આકસ્મિક હોય છે. પણ કર્મવિજ્ઞાન જણાવે છે કે આકસ્મિક કશું નથી. કર્મના કાયદાનું