________________
બે બોલ વિ. સં. ૨૦૩૭નું મારું ચાતુર્માસ તીર્થ રક્ષાના હેતુથી આકેલા જીલલાના અંતરીક્ષજી તીર્થમાં થયું. ચાતુર્માસ દરમ્યાન અમે કુલ બાર મુનિઓ હતા અને એકાવના સાવીજીઓ હતાં.
આ ચાતુર્માસમાં ભક્તિ, તપ, જપ, કાન્સની તે ધૂમ મચી. ન્યાય, વ્યાકરણાદિના પાઠ પણ રહ્યા. તેની સાથે વાચના રાખી. સંગરેગશાળા અને ત્યાર બાદ મારી મુનિ-જીવનની બાળપોથીના ત્રણ ભાગ.
વાચનાનું સુંદર પરિણામ જોવા મળ્યું. સંયમજીવન ખૂબ સુંદર પરિણતિ સાથે આરાધવું જોઈએ એમ અમને સહુને લાગ્યું.
બાપથીમાં સંગ્રહિત કરાયેલા વિચારોથી વાળી વાતે ઘણને જાણવા મળી.
આ પરિણામ જોઈને મને મનમાં વિચાર આવ્યું કે ક્યારેક પાલીતાણ જેવા ક્ષેત્રમાં વિશાળ સંખ્યાને સાધુસાધ્વીગણ ચાતુર્માસ કરે. (તેમની નિર્દોષ ભિક્ષાચર્યા માટે અનેક સાધર્મિક સકુટુંબ વસવાટ કરે.અને જે તેમને હૃદયસ્પર્શી જીવનપરિવર્તનકારી વાચના આપવામાં આવે તે જૈન શાસનના ગક્ષેમના એક માત્ર સાધક જૈન સંઘના જવાહરસમાં સેંકડો સાધુ-સાધ્વીઓને અવર્ણનીય લાભ થાય.
આથી તેઓ પિતાના સંયમજીવનને વધુ ઉન્નત બનાવે અને તેનું અત્યન્ત સુંદર પરિણામ ટૂંક સમયમાં સમગ્ર જૈન સંઘમાં જોવા મળે.