________________
મુનિજીવનની બાળપોથી-૪
૨૨૧
દેષ સંભારે. પછી “નમો અરિહંતાણું' કહી, કાઉસ્સગ્ન પારી ધારી રાખેલા અતિચાર ક્રમ પ્રમાણે ગુરુને કહી બતાવે. પછી ગુરુને આહાર દેખાડે. પછી ગોચરી આવે તે આ પ્રમાણે–
“ પડિક્કમામિ ગેઅરચરીઆએ”થી માંડી મિચ્છામિ દુકકર્ડ પર્યત (શ્રમણ સૂત્ર–પગામ સજઝાયમાં આવે છે તે આલા) કહે. પછી તસ્સ ઉત્તરી અન્નથ૦ કહી કાઉસગ્ગ કરે તે કાઉસગ્નમાં નીચેની ગાથા વિચારે. અહે જિર્ણહિં અસાવજજા, વિત્તિ સાહૂણ દેસિયા, મુફખસાહગૃહઉમ્સ, સાહુ દેહસ ધારણા. ૧ અર્થ–મેક્ષ સાધનના હેતુરૂપ એવા સાધુના દેહને ટકાવનારી એવી પાપ રહિત વૃત્તિ (વર્તન) જિનેશ્વરોએ સાધુઓને દેખાડી છે. પછી કાઉસ્સગ્ગ પારીને લેગસ્સ કહે.
(૧૧) ઈંડિલ શુદ્ધિને વિધિ, પ્રારંભમાં ખમા ઈરિયાવહિ૦ તસ્સ ઉત્તરી અન્નત્થ કહી એક લેગસને કાઉસ્સગ ચંદેસુ નિમલયરા સુધી કરી “નમે અરિહંતાણું” કહી કાઉસ્સગ્ન પારી લેગસ્સ કહે. પછી ખમાત્ર ઈચ્છા સંદિ ભગવત્ સ્થંડલ પડિલેહું ? ઈચ્છ, કહી એકેકી દિશામાં છ-છ માંડલા કરવા તે આ પ્રમાણે :
" માંહલા ૧ આઘાડે આસને ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૨ આઘાડે આસને પાસવણે અહિયાસે.