________________
૧૮૨
મુનિજીવનની બાળપોથી-૪
આ સૂત્રને જે આત્મા સારી રીતે સંવેગભાવિત હદય સાથે–પાઠ કરે, સાંભળે કે તેના અર્થો ઉપર અનુપ્રેક્ષાસ્વાધ્યાય કરે તે આત્મા ઉપર ભૂતકાળમાં જે અશુભ કર્મોના અનુબંધ (અશુભ સંસ્કાર) ગાઢ બનીને જામ થયેલા હોય તે અનુબંધો મંદવિપાકવાળા-સહાનિવાળા થઈને શિથિલ થાય છે, તેમની દીઘ સ્થિતિને ક્ષય પણ થાય છે; રે ! છેવટે તે કર્મ પુદગલોને જ ક્ષય થઈ જાય છે. જે નિરનુબંધ અશુભ કર્મો થયા હોય છે. તે સામર્થ્ય રહિત બની જાય છે. ડંખ ભાગે દેરી બાંધવાથી સામર્થહીન બની જતા વિષની જેમ.
હવે આવા કર્મો ઉદયમાં આવે તે પાપ અતિ અલ્પ ફળ આપનારા બની જાય છે, આથી તેઓ સહેલાઈથી દૂર કરી શકાય તેવા બની જાય છે. ફરીથી તેવી વિશિષ્ટ સ્થિતિ કે તેવા રસ વિશિષ્ટ કર્મોને બંધ થતું નથી.
આ તે આપણે જોઈ ભાવિત હૃદયે થતા સૂત્રપાઠથી અશુભઅનુબંધેની દશા હવે શુભ-અનુબંધેની વાત જોઈએ. શુભ કર્મના અનુબંધને પુણ્યાનુબંધી પુણ્યકર્મને વિશેષ સંગ્રહ થાય છે, શુભ ભાવની વૃદ્ધિથી તે રસથી વધુ મજબૂત બને છે, અને તેની શુભ સ્થિતિની પરાકાષ્ઠાને પામે છે.
શુભ ભાવથી ઉપજેલું પ્રકૃષ્ટ સાનુબંધ શુભ કર્મ નિયમતઃ શુભ ફળ આપનારું બને છે. શુભમાં પ્રવૃત્તિ કરાવે છે અને પરંપરાએ મોક્ષસાધક બને છે. કૌદ્ય સારી રીતે જેલા ઔષધની જેમ. આમ આ સૂત્ર શુભ ભાવનું બીજ