________________
સુનિજીવનની બાળપોથી–૪
૧૬૩
अप्रसन्नात्कथ प्राप्य, फलमेतदसङ्गतम् ! । चिन्तामण्यादयः किं न, फलन्त्यपि विचेतनाः ॥ ३॥
હે નાથ ! તારા વિષયમાં કેટલાક એવી શંકા કરે છે કે, “તું વીતરાગ છે. એટલે કે તારે કઈ ઉપર કદી રીસાવાનું ન હોય તેમ રીઝાવાનું પણ ન હોય.
આ સ્થિતિમાં જેઓ તારી સેવા કરે તેમને સેવાનું ફળ તું શી રીતે આપી શકશે ? માટે તારા જેવા વીતરાગની સેવા કરવાથી ભકતેના કોઈ અર્થ સરે તેમ નથી.
હે તારક દેવ આ વાત બિલકુલ બરાબર નથી. પિલું જડ ચિન્તામાણુ રત્ન ! એ ય કયાં તેની આરાધના કરનાર ઉપર પ્રસન્ન થાય છે ? છતાં ય તેની આરાધના કરનારને તેનાથી ફળ મળે છે કે નહિ તે વસ્તુને તે સ્વભાવ જ બની ગયો છે.
આવું જ તારા વિષયમાં ! वीतराग ! सपर्यायास्तवाज्ञापालन परम् । आज्ञाराद्धा विराद्धा च शिवाय च भवाय च ॥ ४ ॥
ખરેખર તે હે વીતરાગ ! તારી અષ્ટપ્રકારી વગેરે પૂજા કરવા કરતાં ય તારી આજ્ઞાનું પાલન કરવું એ જ ઉત્કૃષ્ટ વાત છે.
તારી આરાધેલી આજ્ઞાઓ મેક્ષ માટે બને છે અને આજ્ઞાએ સંસાર ભ્રમણ માટે બને છે.