SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ મુનિજીવનની બાળપોથી-૩ અને તેમાં ને તેમાં લીન ન થતાં ઉપકરણો દ્વારા અંતઃકરણમાં પ્રવેશવાની સાધના આગળ ધપાવવાની છે. ખમેશ! ઉપકરણોને અધિકરણ તો ન જ બનાવશે પરંતુ ઉપકરણોને વધુ પડતું એકાંગી મહત્ત્વ આપીને સદૈવ તેમાં લીન બનીને પણ ન બેસજો. તેમ કરશે તે અંતઃકરણની સાધના ઠેબે ચઢશે. સબૂર ! કરણ અને ઉપકરણ દ્વારા અંતઃકરણ સુધી લઈ જવાની સાધનાની જવાબદારી જ્ઞાની ગુરુની જ છે. શિષ્ય એકલે નહિ કરી શકે. (૪) ગુરુકુલવાસ ગુરુકુલવાસ એ ભાવયતિનું મુખ્ય લિંગ હોવાથી તેના અભાવે દુષ્કર કિયા કરનારાઓને પણ શ્રી પંચાલકજીમાં ગ્રંથિભેદ વિનાના મિથ્યાદષ્ટિ કહ્યા છે. ત્યાં (૧૧-૩૭, ૧૧-૩૮) કહ્યું છે કે જેઓ ઉત્તમ ગુરુકુલવાસથી પરાગમુખ છે તે સાધુઓ દુષ્ટ સ્વભાવવાળા અને કૃતન હોઈને ગુરુકુલવાસના લાભને અને એકાકી વિહારના કાળમાં નુકસાનને યથાર્થ સ્વરૂપમાં સમજતા જ નથી. કહેવાનો આશય એ છે કે ગુરુકુલવાસમાં રહેવાથી સંભવતા આહારાદિના કેટલાક દોષ કે પરસ્પર જન્મતા કલેશાદિને વધુ મહત્વ આપી દઈને એવા ગુરુકુલવાસથી પ્રાપ્ત થતા અનેકાનેક લાભને ગૌણસ્વરૂપ આપીને ગુરુકુલવાસ ત્યાગીને, આહારાદિ દોષોથી મુક્ત જીવનને જ મહત્ત્વ આપીને, તેવું દોષમુક્ત જીવનને જીવવામાં જ મુક્તિની સાધનાં લઈને, સ્વચ્છેદાચારી સાધુઓ જીવલેણ ભૂલ કરી બેસે છે. પિતાના
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy