SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની ખાધી અધિકરણો ગોઠવાયેલા છે. ત્યારે આ સંસારની અંદર પ્રતિમા, એ, ગુહપત્તિ વગેરે ઉપકરણોને ગેઠવવા પડ્યા છે. કેટલીકવાર અધિકરણોને ઉપકરણ બનાવી દેવાય. જેમકે ગુણસાગરે ચેરીમાં હસ્તમેળાપની કિયા આઠ કન્યાઓ સાથે કરી તે વખતે તેને જ નિમિત્ત બનાવી ને કેવલ્યની પ્રાપ્તિ કરી. હસ્તમેળાપની ક્રિયા અધિકરણ છે. આ વ્યક્તિ માટે તે ઉપકરણ બની ગઈ અને ચંડકૌશિકના આત્માએ પૂર્વ ભવમાં શિષ્યને મારવા માટે જ્યારે એ ઉપાડ્યો ત્યારે એ ઉપકરણ મટીને અધિકરણ બની ગયે. આટલું સમજ્યા બાદ એ વાત સહેલાઈથી સમજાશે કે આત્માને શુદ્ધ કરે એ જ નિશ્ચયનયની ગર્જના છે. આત્માની શુદ્ધિની સાધનામાં એક ટકે મદદ ઉપકરણ કરે છે; નવ ટકા મદદ કરણો પાસેથી મળે છે જ્યારે નેવું ટકા મદદ અંતઃકરણથી જ પ્રાપ્ત થાય છે. ઉપકરણોનું ઉપચરિત વિલીનીકરણ કરીને આપણે કરણમાં જવાનું છે. કરણનું ઉપચરિત વિલીનીકરણ કરીને આપણે અંતઃકરણમાં જવાનું છે. અંતઃકરણનું ઉપચરિત વિલીનીકરણ કરીને આપણે પરમાત્મભાવમાં જવાનું છે. આ પરમાત્મભાવ સાક્ષાત્ તે અંતઃકરણની શુદ્ધિથી જ પામી શકાય. આ બધુ કહેવાને સાર એટલે જ કે અધિકરણથી બચવા માટે જ આપણે ઉપકરણે સેવવાના છે.
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy