SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ મુનિજીવનની બાળપોથી-૩ દરવર્ષે વીરપ્રભુની આ મધુરપરિણામની. કહેતી કથા વિસ્તારથી સાંભળીએ છીએ. પણ શું એમ નથી લાગતું કે આ બધુંય પોથીમાના રીંગણ જેવું છે. જે આપણા પક્ષમાં નથી, જે આપણું ગચ્છમાં નથી; જે આપણા ધર્મમાં નથી; જે આપણા વિચારો સાથે એકમતી નથી અર્થાત્ જે આપણા વિરોધી ગણાય છે તે બધા પ્રત્યે આપણે મધુર પરિણામ હંમેશ જળવાઈ રહે છે ખરો? કે પછી બાજુમાં જ ઓધે પડેલ હોવા છતાં શરીર પર મુનિવેષ હોવા છતાં, ભરબજારે લેકે સમક્ષ એ વિરોધી ગણતા કે વિપક્ષી ગણતા આત્માઓ પ્રત્યેની કડવાશ ખુશ થઈ થઈને ઓકતા હોય છે. જે નિંદાકુથળીના ગરમાગરમ બજારે મુનિષમાં પણ ચાલુ રહેશે તે મુનિ પણ માત્ર શબ્દકોષમાં જ રહી જશે એમ નથી લાગતું? યાદ રાખજો કે “જીતાશે તે પ્રેમથી જ જીતાશે; ધિક્કારથી નહિ.” એવી પરમાત્મા મહાવીરદેવની જીવંતસાદું સાધનમાંથી પ્રગટ થયેલી અમૃતવાણી એ માત્ર વીરના જીવનચરિત્ર વખતે જ યાદ કરવાની ચીજ નથી. પરંતુ જીવનમાં ઉતારવાની ચીજ છે. કાળા નાગને પણ વીર ઉગારી શકતા હોય તે આપણે એ જ વીરના સંતાનો કટ્ટર વિરોધીને એ જ પ્રેમની વર્ષોથી કેમ ન ઉગારી શકીએ ? સાધુમાં તે કડવાશ હોય ? . કદાચ આપણે મિઠાશથી ન ઉગારી શકીએ તોય શું? એ કટ્ટર વિરોધી. એટલું તે કહેશે જ કે ખરેખર તે સાધુ
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy