________________
મુનિજીવનની બાળપોથી-૩
વર્ણન કરવામાં આવ્યું છે. સવાલ એ પિદા થાય છે, કે આવું શાક્તપણે આપણા બધામાં હશે ખરું?
ગની આઠ દષ્ટિમાં મિથ્યાત્વની જે ચાર ઓઘદૃષ્ટિ બતાડી છે, તેને પામેલા જીવના જે લક્ષણ બતાડયા છે, તે લક્ષણો પણ જીવનમાં કેટલે વિકાસ પામ્યા છે, તે સવાલ થઈ પડે છે. ત્યારે સમ્યગદર્શન અને સર્વવિરતિ જીવનના શાક્ત લક્ષણોને વિકાસ થયો જ નહિ હોય. એમ આ આત્માને ઘડીભર લાગી આવે છે.
ગચ્છાચાર પયને છેદગ્રંથ વગેરેને સાંભળીશું ત્યારે લાગશે કે આ મુનિષમાં મુનિજીવનની હસ્તિ હશે કે કેમ તે જ સવાલ છે.
મુનિચંદ્ર સૂરિશ્વરજી મ. સાહેબે અધ્યાત્મકલ્પદ્રુમમાં યતિશિક્ષાના પ્રકરણમાં કેટલી સખ્ત ઝાટકણી કાઢી છે.
કલિકાલ સર્વજ્ઞ ભગવંત હેમચન્દ્ર સૂરિશ્વરજી મહારાજાએ વીતરાગસ્તેત્રમાં આ આત્માની કમેં સજેલી કરુણ દશાનું કેટલું આબેહૂબ વર્ણન કર્યું છે.
અને કુંથુનાથ ભગવાનના, સ્તવનમાં આનંદઘનજી મહારાજાએ “મનડુકિમહી ન બાજે....” શબ્દોથી મનની સ્થિતિની ભયાનકતાઓ કેવી વર્ણવી છે!
અને, પિલા કવિરાજે “મુજ સરીખા મેવાસીને પ્રભુ જે તું તારે..” એમ કહીને આત્માની અધમાધમતાને કેટલે હૂબહુ ચિતાર રજૂ કરી દીધો છે!