________________
પાઠ : ૧ શાસ્ત્રોક્ત મુનિ પણું અને આપણે શાક્ત મુનિ એટલે?
જ્ઞાનગર્ભિત વૈરાગ્યરસનો સ્વામી, મહોપાધ્યાય યશવિજયજી મહારાજાએ અધ્યાત્મસારમાં જ્ઞાન વૈરાગ્યથી દિક્ષા લેનારાના લક્ષણ બતાડયા છે. કે જ્ઞાનગભ વૈરાગી આત્મા સૂક્ષ્મદષ્ટિવાળો હોય; મધ્યસ્થ ભાવને ધારણ કરતે હોય; સર્વત્ર હિતચિંતક હેય. ધર્મકિયાઓ પ્રત્યે અત્યંત આદરવાળે હોય; લોકોને પણ ધર્મક્રિયાઓમાં જોડનારો હોય, પારકીવાતે સંબંધમાં ભૂલ હોય, આંધળો હોય, બહેરો હોય, પિતાના ગુણોને વિકસાવવામાં ઉત્સાહ અપરિમિત હોય; કામના ઉન્માદનું તેને વમન કર્યું હોય, અહંકારને તેણે ઓગાળી નાખ્યા હોય, ઈષ્ય તેના જીવનમાં હોય જ નહિ, સમતારૂપી અમૃતકુંડમાં સદૈવ સ્નાન કરતે. હોય; પોતાની સ્વભાવદશાથી ખસી ન જવાય. તેની સતત કાળજી કરતા હોય – આજ શાસ્ત્રોક્ત જીવનના સ્વામી, અણગારના લક્ષણ.
" पश्चमहाव्रतधरा धीरा, भैक्षमात्रोपजीविनः" વિગેરે શબ્દોથી અન્યત્ર પણ શાક્ત મુનિપણાનું