________________
મુનિજીવનની બાળપોથી-૩ કે જેથી તેમની આંખો આપણા તરફ વળી જાય, તેમનું મેં આપણને સવાલો કરતું થઈ જાય, અને તેમના કાન સવાલના આપણા જવાબ સાંભળવા ચેકન્ના બની જાય. હૃદય કંઈ વિચારવા લાગી જાય. અને તેમના પગ મોક્ષપથ ‘ઉપર ડગ માંડવા લાગી જાય
બસ, ત્યારે હવે તે ખૂબ ઊંચું સંયમજીવન, ખૂબ ઊંચી આરાધના અને તે જ અગણિત જીવનું કલ્યાણ થાય. તરીએ અને તારીએ. પ્રભુએ સહુને તારવાની તાકાત મેળવેલી હતી. આપણે અનેકને તારવાની તાકાત મેળવીએ અને આવું કરવા છતાંય કોઈ જીવ નહિ તરે તે ય શું, સ્વકલ્યાણ તે નિશ્ચિત જ છે.
શાસ્ત્રવિચાર [૬] સાપેક્ષ યતિધર્મનાં કેટલાંક આવશ્યક કર્તવ્ય (૬ થી ૧૦) * યતિધર્મ નું છઠું કર્તવ્ય :
અતિચાર લોચના : મૂત્તર ગુણમાં લાગેલા અતિચારેનું ગુરુ પાસે આલેચન કરવું. * યતિધર્મનું સાતમું કર્તવ્ય :
ગુરુદત્ત પ્રાયશ્ચિત વહન કરવું: લાગેલા અતિચારોનું ગુરુદેવ પાસે આલેચન (કથન) કરતાં તેઓ જે પ્રાયશ્ચિત્ત આપે તેનું વહન કરવું એ સાપેક્ષ યતિધર્મનું વિશિષ્ટ ર્તવ્ય છે. * યતિધર્મનું આઠમું કર્તવ્ય:
ઉપસર્ગો સહવા (ઉપગતિતિક્ષા)