SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી-૩ હવે જે એક વિશુદ્ધ મુનિપણથી આખું જગત્ તરી શકતુ હોય તે એ વાત નિશ્ચિત છે કે, એક અશુદ્ધ મુનિપણાથી આખું જગત્ ડૂબી જાય છે. જે આપણાથી ગરીબોના ગરીબીના દુઃખે ન જેવાતા હોય જે કેન્સર વગેરેની હોસ્પિટલોની અંદર રેગાદિથી કણસતા જીવની દશા આપણે કપી ન શકતા હોઈએ; જે કતલખાના વગેરેમાં થતી અબેલ પ્રાણીઓની કારમી અને કર હિંસાઓ સાંભળતાં આપણું અંતર ધ્રુજી ઊઠતા હોય; - જે યુવાનો-યુવતીઓના જીવનમાં ફેલાતું જતું નાસ્તિકત્વ, સંસાર રસિકત્વ અને સતત જોવા મળતી મેહદશાની. નશાબાજી જોઈને આ ભાવિ જનશાસન શું હશે? તેની કલ્પના કરતાં આપણું અંતર રડી ઉઠતાં હોય; જે અજન્મ, અપાપ અને અમર એવા અનંત આત્માએના થઈ રહેલા જન્મ, સેવાઈ રહેલા પાપ અને થતાં કરુણ મેત જે આપણા હૈયાને હચમચાવી દેતા હોય..... તે તે આત્માઓ માટે આપણે કંઈક કરવું જ પડશે. તેમને ઢંઢોળવા પડશે. ના ! હવે આપણી સામાન્ય આરાધનાઓથી તેઓ ઢઢળાય તેવી સ્થિતિ નથી. એટલે વિશિષ્ટ કોટિના તપ, જપ, ત્યાગ અને ગુરુસેવાને આપણે આરાધવા જ પડશે...
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy