________________
છ૭, ૨ નિવેદન.
ઐતિહાસિક વાંચન સમાજમાં કેઈ અનેરી પ્રભા જ ઉન્ન કરે છે. પૂર્વ પુરૂષનાં પરાક્રમ, તેજ અને ગેરવ આજના નવયુગના યુવકે માં ઉપન્ન કરવાને તે અગત્યનો ભાગ ભજવે છે. પૂર્વની સંસ્કૃતિ અને વર્તમાન પ્રગતિમાં આજે ઘણું જ અંતર પડી ગયું છે એ પૂર્વનાં શૈર્ય, જાહોજલાલી અને વૈભવ આજે નથી રહ્યાં. એ અંતર અને આજના અનેક દોષ દૂર કરવાને તેમજ પ્રાચિન પુરૂષનાં ઉત્કૃષ્ટ ચરિત્રોને શ્રવણ કરી ઉન્નત્તિને માર્ગે આગળ વધવાને ઐતિહાસિક વાંચન મનને પ્રેરણ કરે છે. એવા શુભ હેતુને લક્ષ્યમાં રાખીને આજના નવયુવકેની શુભ ભાવનાને અમર બનાવી ધર્મ માર્ગમાં ઉત્સાહિત કરવા પુરત ઐતિહાસિક સાહિત્યના પ્રકાશનને મુખ્ય ઉદ્દેશ છે.
નવયુવકની અમર ભાવનાને અમર બનાવનારૂં શત્રુંજયતીથજેનપણનું અભિમાન ધરાવનારા આ બાલવૃદ્ધ નરનારીને પ્રાણથી પણ અધિક પ્રિય, યુગયુગના ઉત્તમ પુરૂષના ચરણથી પાવન થયેલું તેમજ અનેક જુગારી, વ્યભિચારી અને પાપી પુરૂષને પવિત્ર કરનારૂ આજના યુગમાં પણ આત્મકલ્યાણ કરવાને આપણને આમંત્રણ કરી રહ્યું છે. એવા પવિત્ર સ્થળને પણ વિક્રમની પ્રથમ શતાબ્ધિના મધ્યકાલ પછી અસુરોએ પિતાની તાંડવનૃત્યની ભૂમિકા બનાવી અપવિત્ર કર્યું. કોઈ યાત્રાએ જઈ શકતું નહિ. જે જતા તે પિતાનું વતન જેવાને