________________
રખડવા કરતાં આ અવે કોઈ મોટા રાજાને ભેટ કર્યા હોય તે ઠીક, આવા ઉત્તમ અશ્વરત્નોની એ કિંમત પણ કરી શકે ને આપણું મહેનત પણ સફળ થાય. ”
એવા મેટો રાજા કેણ છે. મેટા સાથે હૃદયને પણ માટે હોય તેજ કામ થાય. ”
બરાબર. આ આર્યાવર્ત ઉપર, સારાય ભારતવર્ષ ઉપર આજે વિક્રમાદિત્યની આણ ફરે છે. તારાઓમાં ચંદ્રમાની જેમ, નદીઓમાં રત્નાકરની જેમ ભારતના સર્વ રાજાઓનો તે સર્વેશ્વર છે, એના આધિપત્ય નીચે સર્વે રાજાઓ રાજ્ય કારભાર ચલાવી રહ્યા છે. પિતાની સ્વશક્તિથી ભારતમાં
જ્યાં ત્યાં જામી ગયેલા શકલેકેને મારી–હઠાવી–જીતી લઈ ઉજયનીમાં રાજ્ય સ્થાપી સમસ્ત ભારત વર્ષ ઉપર તેણે પોતાની સત્તા સ્થાપી છે. ઉપરાંત સાંભળ્યું છે કે પરદુ:ખ ભંજન, દાનેશ્વરી, દીન, દુઃખી, ગરીબ અને અનાથને તે બેલી છે. કદરદાન છે. ”
એ રાજા આવી રીતે મહાન હોય તો પછી ત્યાંજ જવું ને આ અશ્વ એમને વેચવા, આપણે અવની એ જરૂર પરીક્ષા કરશે. ”
અવશ્ય, પણ એવા દિલેર રાજવંશીને આ એક વર્ણવાળા અનેક અ કિંમતથી નહી પણ ભેટ આપવા,