________________
પ્રકરણ ૩૮ મું
ફરીઆદ,
સુનંદાએ રાજાની આગળ ફરીઆદ જાહેર કરી, એનાં સગાં વહાલાંએ પણ બધી હકીકત કહી સંભળાવી, લોકે પણ આ બાબતમાં રસ લેતા હોવાથી રાજા પાસે આવ્યા. ન્યાય અપાવા પુત્રને પાછો અપાવા માંગણી કરી. સુનંદાની અનાથ સ્થિતિ જોઈ રાજા અને એના મંત્રી વર્ગને પણ દયા આવી. “ શું ત્રણ વર્ષના બાળકને આમ બળાત્કારે દિક્ષા અપાય છે ! ભયંકર અન્યાય, એ બાળક સાધુપણું શું સમજે. ”
રાજાના હુકમથી રાજસીપાઈઓ છુટ્યા. ઉપાશ્રયે આવી. રાજાને હુકમ કહી સંભળાવ્યું. રાજાને હુકમ થવાથી. સિહગિરિ આચાર્ય, ધનગિરિ, આર્યસમિતાચાર્ય તથા બીજા સાધુઓ વા કુમારને લઈને રાજસભામાં આવવાને નિકળ્યા. સંઘના આગેવાનોનાં મન તે ઉંચા નિચાં થઈ ગયાં. “રાજા કદાચ સાધુઓને કેદમાં પૂરશે તે શાસનની હેલના થાય, જેથી સંઘના આગેવાન ગ્રહસ્થો પણ આચાર્યની સાથે રાજસભામાં આવવાને રવાના થયા.