SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ , પણ આ જણાય ' કહી ! "એ છે. સિંહગિરિ (૩૧૧) ભગવાન ! આપને આ બાળકનું ભવિષ્ય કેવું જણાય છે. અમે બધા અનુમાનથી વાતો કરનારા, પણ આપ જ્ઞાનથી આ બાળકનું ભવિષ્ય કહો !” એક મહાન્ શ્રાવકે કહ્યું. - સિંહગિરિ આચાર્ય જ્ઞાનથી એનું ભવિષ્ય જોઈ બોલ્યા, “ આ બાળક મહાપુરૂષ થશે. શાસનનો નાયક, સંપૂર્ણ દશપૂર્વને ધરનાર છેલ્લે આ બાળક જ છે. આની પછી કઈ દશપૂવ થશે નહી. અનેક શક્તિઓ અને લબ્ધિ અને પ્રાપ્ત થશે, આઠ વર્ષની ઉમ્મરમાં દીક્ષા ગ્રહણ કરી અનેક શાસનનાં કામ કરશે, અનેક રાજાઓ એના ભકત થશે, યુગપ્રધાન એ મહા પ્રાભાવિક થશે. મહાવીર ભગવાન પછી તેવીશ ઉદય થવાના, તેમાં પહેલે ઉદય થઈ ગયા અને બીજો ઉદય આ પુરૂષથી શરૂ થશે. મહાન તીર્થ શત્રુંજયનો ઉદ્ધાર કરવામાં અતિ સહાય કરનાર થશે.” એ શું કહ્યું આપે, શત્રુંજય તીર્થોદ્ધાર,” શત્રુંજયને ઉદ્ધાર સાંભળી બધા આશ્ચર્ય પામ્યા. હા! શત્રુંજયનો! એ તિર્થ ભવિષ્યકાળમાં બંધ થશે. ઘણું વર્ષ પર્યત બંધ રહેશે. તે આ પુરૂષની વૃદ્ધાવસ્થામાં એના હાથથી ખુલશે. જાવડશાહ તીર્થનો ઉદ્ધાર કરનાર થશે પણ આ પુરૂષના પ્રયત્નથી, મિથ્યાત્વી અસુરેથી એ તીર્થને વિધ્વંસ થઈ જશે, કઈ પણ યાત્રા કરી શકશે નહી. આ પુરૂષની શક્તિથી એ અસુરે પરાજય પામી
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy