________________
( ૨૯૭) સાધુપણામાં સુખ તો કાંઈયે નથી બાઈ, કઠણ વ્રત કરવા પડે, તાપ તડકે સહન કરે, શિયાળામાં ટાઢથી ધ્રુજવું પડે, ટાઢું ઉનું કે ખારૂં ખાટું જેવું તેવું ભજન કરવું પડે, તપસ્યા કરવી પડે, જમીન ઉપર સુવું પડે, રેજ વિહાર કરવા પડે, દીક્ષા લઈને પણ એમાં મોટી કઠીનતા છે બાઈ ! બધીય ઈચ્છાઓને રોકવી પડે અને મનને વશ રાખવું પડે. એ તે કાંઈ જેવી તેવી વાત છે, ” એક જણયે ખુલાસો કર્યો.
આટલી બધી કઠીનતા છે છતાંય લેકે સાધુ શું કરવા થતા હશે ત્યારે.”
“દુઃખ સહન કરવા, દુઃખ (પરિસહ) સહન કરવાથી જ પાપનો નાશ થાય.”
એ દુઃખ સહન ન થાય તે શી દશા થાય.”
“દીક્ષા છેડી પાછા સંસારમાં પસાર, બીજુ શું થાય વળી.”
લીધેલી દીક્ષા છેડાય ખરી ત્યારે.”
છોડાય તો નહીં પણ દીક્ષા ન પળે તે બીજે રસ્તે શું ?”
દીક્ષામાંને દીક્ષામાંજ મેજ મજા ઉડાવાય, ઉપર દીક્ષાના કપડાં હોય, એ મહાવીરસ્વામીને વેષ હોય એટલે